વિરમગામ શહેરમાં સરકારી હોસ્પિટલથી પસાર થતા માંડલ તરફ્ના સ્ટેટ હાઇવે માર્ગને પહોળો બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું છે. સાથે માર્ગની બાજુમાં વરસાદી પાણી નિકાલ માટે ગટરનું ખોદાણ કામ કરવામાં આવી રહ્યું છે.ત્યારે શહેરમાં શેઠ એમ જે હાઈસ્કૂલ પાસે થી વિશ્રામ ગૃહ વચ્ચે દસ જેટલા ઘટાદાર વૃક્ષો હતા.કામમાં અડચણરૂપ વૃક્ષોનું નિકંદન કઢાતા પર્યાવરણ પ્રેમીઓ વ્યથિત થયા છે. વિકાસનું કાર્ય થઈ રહ્યું છે. જેનો લોકોમાં આનંદ છે. પરંતુ અગાઉ જ્યારે જવાબદાર તંત્ર દ્વારા આ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા ત્યારે દીર્ઘ દૃષ્ટિ કેમ નહીં રાખવામાં આવ્યાનો રોષ પણ વ્યાપ્યો છે.                                            



ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: