વિરમગામ તાલુકાના ખુડદ ગામ પાસે પાણી પુરવઠાનો સ્ટોરેજ વિભાગ આવેલો છે.જે સ્થળે તાલુકામાં કામગીરી માટે પાણીની પિવિસી પાઈપોનો મોટો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો.જે પીવીસી પાઇપલાઇનના જથ્થામાં રવિવારે આગ લાગી હતી.બનાવની જાણ વિરમગામ પાલિકા ફાયર ટીમને થતા સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવા કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો.સાંભળવા મળેલી ચર્ચા મુજબ સ્થળ પર કોઈ હાજર નહતુ.પસાર થતા જાગૃત આગેવાન દ્વારા બનાવની જાણ કરાઇ હતી. તંત્રની બેદરકારીના કારણે મોટો જથ્થો બળીને ખાખ થયાનુ જાણવા મળ્યુ છે.

Porbandarમાં તાજીયાના દિવસે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો: તલવાર સાથે 7 આરોપીઓની ધરપકડ









