વિરમગામમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તાર માં વ્રજ વિહાર સોસાયટીમાં ખરીદેલ સોળ નંબરના મકાનમાં પત્ની દિવ્યા અને બે યુવાન પુત્રો ધ્રુવ અને ઉદય સાથે રહેતા અક્ષર જવેલર્સ નામે સોની વ્યવસાય કરતા દીપકભાઈ જયંતિલાલ સોની (રાધનપુરા) નું શનિવારે બપોરે અવસાન થયાનો બનાવ ઘટયો હતો.દીપકભાઈને માથામાં ઈજા હતી.જેઓ ઘરમાં સીડી પરથી પડી જવાથી મૃત્યુ થયાનું પત્ની દિવ્યાબેન અને નાનો પુત્ર ઉદયે જાહેર કર્યું હતુ.  


દીપકભાઈને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ મૃત્યુ નિપજયુ હોવાથી હોસ્પિટલ તરફ્થી ઘરે લઈ જવા જણાવી દેવાયુ હતુ.બીજી તરફ્ ફ્ટાફ્ટ તેમની અંતિમક્રિયા માટે તૈયારીઓ શરૂ કરાવી દેવાઈ હતી.સગા સંબંધીઓને જાણ થતા દીપકભાઈના બનેવી,બે ભણા રાજનભાઈ, રવિભાઈ અમદાવાદથી સાંજે આવી પોહ્ચ્યા હતા.જેમને શક પડયો હતોને પોલીસને જાણ કરાઇ હતી.પોલીસે પોહચીને લાશ પીએમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ નિષ્ણાંત ડોકટરો એફ્એસએલ તપાસ જરૂરી હોવાથી લાશ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બનાવ સમયે ઘરમાં પત્ની દિવ્યા અને નાનો પુત્ર ઉદય હાજર હોવાથી પોલીસે તેમની પુછ પરછ કરી અને ઘર કંકાશમા દીપકભાઈનુ ઠંડા કલેજે ઘર માંજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ઢીમ ઢાળી દીધાનો શક પર પોલીસે પત્ની દિવ્યા અને પુત્ર ઉદયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: