વિરમગામ શહેર સહિત પંથકમાં મહા શિવરાત્રી પર્વની રવીવારે આસ્થા સાથે શિવ ભક્તજનો દ્વારા ઉજવણી કરાઇ હતી.શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના,દર્શન માટે વહેલી સવારથી પંથકના શિવાલયોમાં લોકોની લાઈનો ખડકાઈ હતી.શિવાલયો ઘંટ રણકાર સાથે હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠયા હતા.શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માંથી બપોરના ત્રણ ત્રીસ કલાકે મહાદેવની પાલખી સાથે વાજતે ગાજતે શોભાયાત્રા રાજ માર્ગો પરથી પસાર થઈ હતી.મોટી સંખ્યામાં ભૂદેવ પરિવાર જનો જોડાયા હતા.પાલખીમાં બિરાજેલા ભગવાન ભોળાનાથના દર્શન કરી શહેરી જનોએ ધન્યતા અનુભવી હતી.શિવાલયોમાં ભાંગ પ્રસાદ અપાયો હતો. શ્રાદ્ધાળુઓ ઉપવાસ કરી મહાદેવની ભક્તિમાં લીન થયા હતા તેમજ શક્કરિયા બટાકાના વ્યંજનના ભોજન કરી ફરાળ કરવામાં આવ્યું હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: