વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર દસાડાના કચોલીયા-મોટી મજેઠી વચ્ચે તા. 16મીના રોજ મોડી સાંજે લોખંડના સળીયા ભરીને જતા ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. જેમાં લોખંડના સળીયા માલવણ નેશનલ હાઈવે પર વિખેરાતા વાહન વ્યવહાર એક સાઈડથી બંધ થઈ ગયો હતો. બનાવની જાણ થતા બજાણા પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને ક્રેન બોલાવી 3 કલાકથી વધુની જહેમત બાદ ટ્રક તથા વિખેરાયેલા લોખંડના સળીયાને દુર કરી વાહન વ્યવહાર પુર્વવત કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો