શહેરમાં એક તરફ્ સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ્ ગરીબ અને શ્રમજીવી પરિવારો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે. ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા ત્રિકમપુરા ગરીબ આવાસ યોજનામાં છેલ્લા કેટલાય સમયથી પાણીની ભારે કટોકટી સર્જાઈ છે. અહીં માત્ર અડધો કલાક જ પાણી મળતું હોવાના કારણે 4,000થી વધુ લોકો પાણી વિના ટળવળી રહ્યા છે.


સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મતો માંગવા આવતા નગરસેવકોને હવે જનતાની કોઈ પડી નથી. પોતાની વેદના લઈને જ્યારે સ્થાનિકો નગરસેવકો પાસે પહોંચ્યા, ત્યારે તેમને સાંભળવાને બદલે શાસકોએ ઉદ્ધત અને ઠાલા આશ્વાસનો આપ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે નગરસેવકો એવું કહીને છટકી રહ્યા છે કે, ઓનલાઈન ફરિયાદ કરી દો, માણસ આવીને જોઈ જશે. ચૂંટણી પતી ગઈ હોવાથી હવે નેતાઓ પાસે ગરીબોની સંવેદના સાંભળવાનો સમય નથી, જેને કારણે સ્થાનિકોમાં લોકશાહીના પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: