સમી પંથકમાં અવારનવાર પીવાના શુદ્ધ પાણીની પસાર થતી લાઇનો અથવા વાલ્વ લીકેજ થતાં હોવાથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધું એક વખત એક વખત થઈ રહેલો પાણીનો વેડફાટ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સમીથી શંખેશ્વર હાઈવે પર પાણીનો વાલ્વ લીકેજ થતાં તેનું સમારકામ હાથ ન ધરાતાં પાણીના ફુવારાની છોળો ઊડી રહી છે. ત્યારે એક તરફ્ હાલમાં કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. ત્યાં અહીં લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહેલા તંત્રની પોલ ખોલે છે.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









