રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદી માહોલ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે. મોડાસા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. હાલમાં પણ આકાશ વાદળછાયું છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે.
કયા જિલ્લાઓમાં આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નીચે મુજબના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળશે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગર. તાપી, ભરૂચ, સુરત અને નર્મદા. અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર.
ખેતી પર અસર
ચાલુ રવિ સીઝનમાં તૈયાર થયેલા પાકો જેવા કે બટાકા, ઘઉં અને ચણા પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. જો વરસાદી ઝાપટાં વધશે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: Surat: MD ડ્રગ્સના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો પ્રહાર, લાખોના મુદ્દામાલ સાથે આરોપી જેલભેગો