નલિયામાં 10.4 ડિગ્રી ,અમરેલીમાં 12.7 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી, પોરબંદરમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, દીવમાં 15.7 ડિગ્રી, સુરતમાં 16.8 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
