ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે લોકોને સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
અન્ય મુખ્ય શહેરો અને વિસ્તારોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન આ મુજબ છે.










