ગુજરાતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સથી બેવડી ઋતુની પણ અસર જોવા મળી છે, રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા હજી ઠંડી વધશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે. અમરેલી અને નલિયામાં લધુત્તમ 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
કેશોદમાં 12.9 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી તાપમાન, મહુવામાં 14.3 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન, અમદાવાદ અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટ પર 15 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, દમણમાં 15 ડિગ્રી, દીવમાં 15.5 ડિગ્રી તાપમાન, નોંધાયું છે, પવનની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો અને લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હિમલહેર વચ્ચે વાતાવરણમાં ફેરફાર
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થશે. નોંધનીય છે કે ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળી શકે તેમ છે. આ ફેરફાર બાદ ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ આવશે કે કેમ તેના પર હવામાન નિષ્ણાંતોની નજર છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ઠંડીને લઈ આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે