રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે અને રાજ્યમાં 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનું જોર વધશે અને 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે સાથે સાથે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટરન્સની અસર રાજસ્થાન તરફ રહેતા વરસાદની શકયતા નહીંવત છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
બનાસકાંઠા અને પાટણમાં આજે ગાજવીજ સાથે માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૮ શહેરમાં પારો ૧૫ ડિગ્રીને પાર જતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની કોઈ જ શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પરથી માની શકાય છે.
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે
જેમાં કચ્છના ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવવની ગતિ ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યાતઓ છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે. કમોસમી વરસાદ અને ગાજવાજના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Agriculture News : જિલ્લાના તમામ ખેડૂતો માટે ‘યુનિક ફાર્મર આઈડી’ફરજિયાત, પીએમ-કિસાનના 22માં હપ્તા માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય