અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, માર્ચની શરુઆતમાં વરસાદી છાંટા પડી શકે છે અને 12 ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનામાં હવામાનમાં પલટો આવશે અને 8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવના છે, રાજ્યના વાતાવરણમાં ઠંડક અનુભવાશે અને 8 થી 11 ફેબ્રુઆરી ઉ.ગુજરાત, કચ્છમાં ઠંડક વર્તાશે.
લઘુતમ તાપમાન 15 ડીગ્રી આસપાસ જોવા મળશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં ઠંડી અનુભવાશે અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી આસપાસ રહી શકે છે, મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે અને દ.ગુજરાતમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેશે, દ. ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડીગ્રી આસપાસ રહેશે અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે. ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી સમયમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા-બરફ પડશે.
ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.










