હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો 40 થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં 36 થી 37 ડિગ્રી તાપમાન રહેશે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજયમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી
બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
આજે કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3જી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, વાતાવરણમાં બદલાવ આવતા વધી ગરમી