ગુજરાતમાં ઠંડીની લગભગ વિદાય જોવા મળી રહી છે. દિવસમાં સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે જબરદસ્ત ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં મિશ્ર ઋતુ રહેશે. મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સુધી રહેશે. જ્યારે લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી સુધી રહેશે.ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર અનુભવાઈ રહી છે.

ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર

ગુજરાતમાં હાલમાં વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હાલમાં રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં બેવડી સિઝનનો અનુભવ થશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી સુધી રહેશે. જ્યારે લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી સુધી રહેશે.ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમીની અસર અનુભવાઈ રહી છે.

ગરમ પવનોને કારણે હવામાન બદલાઈ રહ્યું છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે પણ શિયાળાની વિદાય થઈ નથી. આગામી 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીના પ્રમાણમાં ઘટાડો થશે. ઉત્તર પૂર્વના ગરમ પવનોને કારણે હવામાન બદલાઈ રહ્યું છે અને દિવસ તથા રાતના તાપમાનમાં 17 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચોઃ Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?