ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે.ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થવાથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતી આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.
આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા,જામનગર,રાજકોટ, દાહોદ,પંચમહાલ, મોરબી, કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
