અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જાહેરમાં નશામાં ચકચૂર બનીને સગીર વયની દીકરીઓની છેડતીઓ કરવામાં આવે છે. શહેરમાં ગુનેગારોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર જ ના હોય તે પ્રકારે સરેઆમ ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. શહેરમાં એક સગીરાને રાજદીપ નામના યુવકે છેડતી કરી હતી. તેણે સગીરાને જયશ્રી રામ બોલવા દબાણ કર્યું હતું.


રાજદિપને પોલીસ કસ્ટડીમાં ટોળાએ માર માર્યો

અમદાવાદમાં રાજદીપ નામના યુવકે એક સગીરાની છેડતી કરી હતી. આરોપી રાજદીપે નશાની હાલતમાં સગીરાને જયશ્રી રામ બોલવા દબાણ કર્યું હતું. તેણે સગીરા અને સગીરાના પરિવાર સાથે ગેરવર્તન કર્યુ હતું. આરોપી રાજદીપ સામે છેડતી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને જ્યારે પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો ત્યારે ટોળાએ માર માર્યો હતો. આરોપી પર હુમલો કરનાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે છેડતી અને ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં રાજદિપની ધરપકડ કરી છે. આ ઘટનામાં કાગડાપીઠ અને દાણીલીમડા પોલીસમાં કૂલ ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે.


આ પણ વાંચોઃ 

  • Follow us on: