શહેરમાં વધુ એક સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે આપવાના નામે એક યુવક પાસેથી નાણાં પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


કાર ભાડે આપવાના નામે છેતરપિંડી 

ભોગ બનનાર યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ગો સેલ્ફ રાઇડ' (Go Self Ride) નામની એક જાહેરાત જોઈ હતી, જેમાં વાજબી ભાવે સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુવકને ગાડીની જરૂર હોવાથી તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

ઠગબાજોએ યુવકને વિશ્વાસમાં લઈ ગાડીના બુકિંગ પેટે ₹2500 એડવાન્સ જમા કરાવવા જણાવ્યું હતું.જેવો યુવકે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ ચૂકવી, કે તુરંત જ સામે પક્ષે રહેલા શખ્સોએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. યુવકે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં મોટા નફાની લાલચ આપી રોકાણકારને 5.56 લાખનો ચૂનો લગાવ્યો


  • Follow us on: