ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદે 'ડા વિન્ચી' સર્જિકલ સિસ્ટમ દ્વારા ગુજરાતની પ્રથમ રોબોટિક-આસિસ્ટેડ vNOTES સર્જરી સફ્ળતાપૂર્વક પૂર્ણ કરી છે. રોબોટિક એન્ડોમેટ્રિઓસિસ(?) સ્પેશિયાલિસ્ટ ડૉ. રિદ્ધિ શાહ દ્વારા રાજસ્થાનની એક મહિલા પર આ જટિલ સર્જરી કરવામાં આવી હતી. દર્દીના ગર્ભાશયમાં મોટો ફાઈબ્રોઈડ (ગાંઠ) હોવાથી પેડુની આંતરિક રચના બદલાઈ ગઈ હતી, જેના લીધે પરંપરાગત વેજાયનલ સર્જરી મુશ્કેલ હતી. આ અદ્યતન ટેક્નોલોજીની મદદથી પેટ પર એક પણ કાપો મૂક્યા વિના, કુદરતી માર્ગ દ્વારા સંપૂર્ણ ગર્ભાશય દૂર કરવામાં આવ્યું. રોબોટિક vNOTES પદ્ધતિ 3D વિઝયુલાઇઝેશન અને સાધનોના સંચાલનની શ્રોષ્ઠ સુગમતા આપે છે, જેનાથી ડાઘ-રહિત સારવાર શક્ય બને છે. આ સર્જરી બાદ દર્દી ઝડપથી સ્વસ્થ થઈને ટૂંક સમયમાં ઘરે પરત ર્ફ્યા હતા. આ સિદ્ધિ સ્ત્ર્રીરોગ સારવારના ક્ષેત્રમાં નહિવત કાપકૂપવાળી (મિનિમલી ઇન્વેસિવ) સર્જરીમાં એક મોટું પગલું છે, જે જટિલ કેસો ધરાવતી મહિલાઓ માટે ઓપન સર્જરીના બદલે વધુ સુરક્ષિત અને ઝડપી રિકવરી આપતો નવો વિકલ્પ પૂરો પાડે છે.

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









