વાંસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે વલસાડ-ડાંગના સાંસદ તેમજ લોકસભા દંડક ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. જેમાં પદાધિકારીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે ઉનાઈ માતાજીના મંદિર પરિસરમાં 2100 દીવા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો. દીવાઓની રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠયું હતું. ઉપસ્થિત સૌએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશસેવાના કાર્ય માટે ઉનાઈ માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં હાજરો લોકો જોડાયા હતાં
