ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે 'ઓપરેશન મિલાપ' અંતર્ગત એક સફળ કામગીરી પાર પાડી છે, જેમાં આશ્રમશાળામાંથી કોઈને જાણ કર્યા વગર જતી રહેલી ધોરણ-8ની ત્રણ વિદ્યાર્થીનીઓને સુરત જિલ્લામાંથી શોધી કાઢવામાં આવી છે.


 વઘઈ પોલીસનું ઓપરેશન મિલાપ 

ઘટના મુજબ, ભેંસકાતરી આશ્રમશાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. આ અંગે જાણ થતાં જ વઘઈ પોલીસ મથકના પી.આઈ. વી.કે. ગઢવીએ તેની ગંભીરતા સમજીને તાત્કાલિક 10 ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી હતી.

 ત્રણ વિદ્યાર્થીનીઓને શોધી કાઢવામાં આવી

પોલીસ ટીમે આધુનિક ટેક્નિકલ સોર્સ અને બાતમીદારોના હ્યુમન સોર્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસના આ સક્રિય પ્રયાસોના અંતે, ત્રણેય વિદ્યાર્થીનીઓને સુરત જિલ્લાના બુહારી ખાતેથી શોધી કાઢવામાં આવી હતી. વઘઈ પોલીસે ત્વરિત અને સમયસર કાર્યવાહી કરીને વિદ્યાર્થીનીઓને શોધી કાઢી અને તેમનું તેમના પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યું હતું. પોલીસે કરેલા આ માનવીય કાર્ય બદલ પરિવારજનોએ વઘઈ પોલીસની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો, MMCJ સેમ-3માં આવતીકાલનું 'મીડિયા રિસર્ચ'નું પેપર આજે પૂછાયું

  • Follow us on: