છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓ વહેતી થઈ છે. આ અફવાઓને કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો અને પેટ્રોલ પંપો પર ભીડ જોવા મળી રહી હતી. જોકે, હવે આ મામલે ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી.
ખુલ્લા પાત્રમાં વેચાણ પર પ્રતિબંધ
જિલ્લા વહીવટી તંત્રએ વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ પેટ્રોલ પંપ સંચાલકોને કડક સૂચના આપી છે. હવેથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત રહેશે. કોઈપણ વ્યક્તિને કેન, પ્લાસ્ટિકની બોટલો કે બેરલ જેવા અન્ય પાત્રોમાં ઈંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય સંગ્રહખોરી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.
