વાંસદા-ડાંગ : ઘણા દિવસો સુધી ધોધમાર વરસાદ પડતા હાલમાં ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા જ આહલાદક અને સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિની મોજ માણવા વીકેન્ડમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડતાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. મોટાભાગની હોટલો, હોમસ્ટે અને ટેન્ટ રિસોર્ટ ફુલ થઈ ગયા હતા. વઘઈના પ્રખ્યાત ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓનો ધસી ગયા હતા. બીજી તરફ, હજારોની સંખ્યામાં વાહનો સાપુતારા તરફ વળતાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અને ટેબલ પોઇન્ટ ખાતે પણ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અહીં ધુમ્મસની ચાદર વચ્ચે પ્રવાસીઓને જાણે 'મિની કાશ્મીર' જેવી અનુભૂતિ થઈ હતી. સહેલાણીઓએ ટેબલ પોઈન્ટ ખાતે ઘોડેસવારી, ઊંટ સવારી અને રોપવે જેવી પ્રવૃત્તિઓની મજા માણી હતી .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો