હડાદ તાલુકાના ખાટાની મગરી ગામના રહેવાસી નરેશભાઈ ગોબરભાઇ પરમાર ઉંમર વર્ષ 21 તારીખ 24 ના રોજ સવારે 10 વાગ્યા ના સુમારે બકરા ચરાવવા માટે સાબરમતી નદીના કિનારે ગયા હતા તે દરમિયાન ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ 112 ઈમરજન્સી સેવા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તેમ જ બચાવ દળ લગભગ 12:00 વાગ્યા સુધી સતત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ આદરી હતી. ગઈકાલે સવારે શરૂ કરાયેલ આ શોધખોળ આજે પણ ચાલુ રાખવામાં આવી હતી જો કે બીજા દિવસે બપોરે લગભગ 12 વાગ્યા સુધી સતત પ્રયાસો છતા નરેશભાઈનો કોઈ પત્તો ન લાગતાં વહીવટી તંત્રએ શોધ કામગીરી બંધ કરી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગામ લોકોએ આશા ન છોડતા પોતાના સ્તરે નદીમાં શોધ કામગીરી ચાલુ રાખી હતી. આખરે બપોર બાદ ગામ લોકોને નદીમાંથી નરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળી આવ્યા બાદ પરિવારજનોએ આક્રંદ સાથે રોકકળ મચાવી હતી અને સમગ્ર ખોટાની મગરી ગામમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો