શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા માઈ ધામ અંબાજીમાં રવિવારના રજાના દિવસે માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી. પહેલી સવારે મંગલા આરતીના દર્શન માટે શ્રદ્ધાળુ માઈ ભક્તોની લાંબી કતારો જામી હતી જય જય અંબેના જય કારા અને કુમકુમ ગુલાલની છોળો સાથે અંબાજી અલૌકિક ભક્તિ માં લીન બન્યું હતું અંબાજીમાં લાલ ધજાઓ સાથે અસંખ્ય શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીસ ઝૂકાવ્યા હતા અને ધજાઓ ચડાવી માં અંબા નો પાડ માન્યો હતો મા અંબાના ધામ અંબાજીમાં જગત જનનીની જગદંબાનો પ્રાગટય મહોત્સવ ટૂંક સમયમાં આવનાર છે.
તે પૂર્વે જ ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભાવિક ભક્તોની જગદંબાના દર્શન માટે ભીડ જામી રહી છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહી છે અંબાજીમાં મા અંબાનો પ્રાગટય મહોત્સવ અનન્ય શ્રદ્ધાને આસ્થા પૂર્વક ઉજવવા માટે તથા જગદંબાની ભવ્ય શોભાયાત્રા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે જેમાં અંબાજી સહિતના આજુબાજુના ગામો સહિત ગુજરાત ભર માંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના હોઈ શ્રદ્ધાળુ ઑ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક સરળતાથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા સહિતની તૈયારીઓ આરંભાઇ છે. 28 ડિસેમ્બર થી ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આ નવરાત્રી 3 જાન્યુઆરીએ પૂર્ણ થશે. લાખોની સંખ્યામાં વેચાતા મોહનથાળ ના પ્રસાદને પહોંચી વળવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ કામગીરી આરંભાઈ છે.










