યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલા એક શિક્ષકનું હૃદયરોગના હુમલાને કારણે આકસ્મિક અવસાન થતા સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. બાળકોને પ્રવાસ કરાવવા આવેલા શિક્ષકના જ કરુણમૃત્યુથી પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો.


યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે શૈક્ષણિક પ્રવાસે આવેલા એક શિક્ષકને હૃદય રોગનો હુમલો આવતા તેમને અંબાજીની કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. અંબાજી કોટેજ હોસ્પિટલ ના સુપ્રી. ડોક્ટર યજુવેન્દ્ર મકવાણાના જણાવ્યા અનુસાર રાધનપુરના રહીશ શિક્ષક રમણભાઈ ગાંગાભાઈ પરમાર શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અર્થે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા અંબાજી અને ગબ્બર દર્શન બાદ પ્રવાસે આવેલા શિક્ષક રમણભાઈ ને હૃદય રોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કરતા શોક ની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: