શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળો 2026 શરૂ થયો છે ત્યારે લાખો કરોડો માઈભક્તોની આસ્થા અને શ્રાદ્ધાનું કેન્દ્ર અંબાજી અનેક રીતે મહત્ત્વ ધરાવે છે. દેવી ભાગવત અનુસાર અગ્રિદેવીની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હોઈ અતિ બળવાન બની અત્યાચાર અને ત્રાસ વર્તાવતો હતો. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયાં. આ દાનવોનો સંહાર માતાજીએ કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયા છે. આ બળવાન દાનવનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને મા આદ્યશક્તિ પ્રગટ થયા અને માતાજી ત્યાં જ સ્થિર થઈ ગયા !

આ સ્થળ એટલે જ શક્તિપીઠ અંબાજી. મંદિર પ્રાગૈતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતિ જોતાં અત્યારનું સ્થાનક 1200 વર્ષ જેટલું પુરાણું છે. અંબાજીનાં વર્ણન-સ્તૃતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે.