ઉત્તર ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગપ્રસિધ્ધ માઈધામ અંબાજીમાં શાકંભરી નવરાત્રિનો પ્રથમ દિવસ અને રવિવાર હોય મંગળા આરતીથી જ દર્શનાર્થી માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી. ભાવિકોનો મંદિર પરિસરમાં જય જય અંબેના જય કારા અને કુમકુમ ગુલાલની છોળો સાથે અંબાજી અલૌકિક ભક્તિમાં લીન બન્યું હતું. આ ઉપરાંત મા અંબાના ધામ અંબાજીમાં જગતજનની જગદંબાનો પ્રાગટય મહોત્સવ ટૂંક સમયમાં આવનાર છે. તે પૂર્વે જ ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભાવિક ભક્તોની જગદંબાના દર્શન માટે ભીડ જામી રહી છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહી છે. અંબાજીમાં મા અંબાનો પ્રાગટય મહોત્સવ અનન્ય શ્રાદ્ધાને આસ્થા પૂર્વક ઉજવવા માટે તથા જગદંબાની ભવ્ય શોભાયાત્રા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









