અંબાજી : અંબાજીમાં પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રહેણાંક વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર મળી આવતા તથા કોઈપણ ગેસ કંપની કે એજન્સોનું નામ વિનાના ગોડાઉનમાં સિલિન્ડરનો સંગ્રહ કરાયો હોઇ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. અંબાજીમાં બિનઅધિકૃત રાંધણ ગેસ બોટલનો સમગ્ર કરાયો હોવાની બાતમીના આધારે મામલતદાર દાંતા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. જ્યાં ગોડાઉન માલિક હાજર ન મળતા પોલીસ બંદોબસ્ત સાથે તાળા તોડી તપાસ હાથ ધરાઈ હતી. મામલતદાર સહિતના અધિકારીઓએ પંચનામું કરી રાંધણ ગેસ બોટલ કબજે કર્યા હતા.એક લાખ સ્થળ પરથી કુલ રૂ. 1. 74 લાખની કિંમતના અલગ અલગ કંપનીના એલપીજી ગેસ સિલેન્ડર મળી આવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો