શક્તિ, ભક્તિ અને આસ્થાન કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 નું આયોજન કરાશે. સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારું આયોજનને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે. કલેકટર શ્રાદ્ધાળુઓને જણાવ્યું કે એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહેશે. આ બેઠકમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, શ્રાદ્ધાળુઓનું નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી.










