શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા એવા માઈ ધામ અંબાજીમાં દેશ વિદેશના સાધુ-સંતોનું આગમન શરૂ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીંના માન સરોવર ખાતેની ધૂણીથી શરૂ થયેલ આ પરંપરામાં અસંખ્ય સાધુ-સંતો ઉમટે છે.


આ વર્ષે યોજાનાર શાહી સ્નાન માટે-સાધુ સંતોનું આગમન આગમન શરૂ થયું છે. મકરસંક્રાંતિ પર્વમાં કોટેશ્વર ખાતેની પવિત્ર સરસ્વતી નદીના નિર્મળ જળમાં શાહી સ્નાન કરવામાં આવે છે જેમાં અસંખ્ય સાધુ સંતો શાહી સ્નાનમાં જોડાય છે. અંબાજી ખાતેથી નીકળતી પવિત્ર સાધુ-સંતોની પદયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે. સાધુ સંતોના શાહી સ્નાનના દર્શને પણ અસંખ્ય શ્રાદ્ધાળુ કોટેશ્વર ધામ ખાતે ઉમટી છે. માનસરોવર કુંડ ખાતે દીપ પ્રાગટય અને મંત્રોચ્ચાર સાથે શાહી સ્નાન મહોત્સવના શ્રી ગણેશ થયા છે. અંબાજીમાં મકરસંક્રાંતિના શાહી સ્નાન પૂર્વે દેશભર સહિત વિદેશી સંતોનો આગમન શરૂ થયું છે. સાધુ સંતોનું અંબાજી નગરમાં પ્રવેશ થતા અંબાજીના સરપંચ કલ્પનાબેન દવે અને ગ્રામજનોએ ઉષ્મા ભર્યું અભિવાદન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: