પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમનો મહામેળો પૂર્ણાહુતિ તરફ્ છે ત્યારે મેળાના અંતિમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કરી વિધિવત ધ્વજારોહણ કર્યું હતું અને સમગ્ર રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સેવાભાવી સંસ્થાઓના સમર્પણનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પોના હજારો કાર્યકર્તાઓ દ્વારા યાત્રાળુઓ સુધી જે અવિરત સેવા પહોંચાડવામાં આવી રહી છે, તે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સેવાનું એક અનોખું ક્કરોલ મોડેલ છે. સરકારી અધિકારી, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ફરજની સાથે સેવાનો ઉત્તમ સમન્વય સર્જ્યો છે પૂનમનો મેળો સદા યાદગાર બન્યો છે. વર્ષો-વર્ષથી માં અંબાના લાખો ભક્તો સેંકડો કિલોમીટર દૂરથી પગપાળા યાત્રા કરીને માડીના ચરણોમાં શીશ ઝુકાવવા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવા અંબાજી ધામ ખાતે પધારતા હોય છે.
