રાજ્ય સરકારના બાલ વિવાહ મુક્ત અભિયાન અને કેન્દ્ર સરકારના મુખ્ય કાર્યક્રમ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનને મજબૂત કરવાના ઉદ્દેશથી શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર, અંબાજી ખાતે આજે શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ પાઇપર બેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતન ઠાકર તેમજ પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા. આ બેન્ડનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી દીકરીઓને સશક્ત બનાવીને તેમની પ્રતિભાને મંચ આપવાનો છે. આ બેન્ડે જિલ્લાકક્ષાની બેન્ડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ઉત્તર ગુજરાત ઝોન કક્ષાની (7 જિલ્લાઓની) સ્પર્ધામાં 11 ટીમ વચ્ચે ભાગ લઈને બીજું સ્થાન મેળવીને ચેમ્પિયન બનીને યાત્રાધામનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, સંસ્થાના છોકરાઓના બેગપાઇપર બેન્ડે અગાઉ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સફ્ળતાપૂર્વક પર્ફોર્મન્સ આપ્યું હતું. આ તકે પ્રધાનમંત્રી આ બેન્ડના ખૂબ વખાણ કરી તેમને બિરદાવ્યા હતા.


https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: