કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે અંબાજી ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કેબિનેટ મંત્રીએ અંબાજી શક્તિ કોરિડોર, અંબાજી બાયપાસ રોડ તેમજ અંબાજી-તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટ્સની પ્રગતિ અને સંબંધિત કામગીરી અંગે જાણકારી મેળવી હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી, અંબાજી બાયપાસ રોડના નિર્માણકાર્ય તેમજ અંબાજી-તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ યાત્રાધામ અંબાજીના વિકાસ, યાત્રાળુઓની સુવિધા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. મુલાકાત દરમિયાન મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યાં હતાં.
