અંબાજી શક્તિપીઠ ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે, દેશ અને વિદેશમાં વસતા માં અંબાના ભક્તો ઘરે બેઠા માં અંબાનો મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ, કુમકુમ, રક્ષાપોટલી અને માતાજીનો ફેટો યુક્ત કીટ અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફ્તે ઓનલાઈન મંગાવી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે MOU કરવામાં આવેલ છે.


વેબ સાઈટ ઉપર ઓર્ડેર કરેલ કીટ પોસ્ટ મારફ્તે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાશે. ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીની સેવાઓમાં અગ્રેસર અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવીન પહેલ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના વરદ હસ્તે આજરોજ અંબાજી પ્રાસાદમ કીટ વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવેલ છે. તા.1-1-2026થી અંબાજી મંદિરની વેબસાઈટ મારફ્તે માઈભક્તો ઓનલાઈન પ્રસાદ કીટ મંગાવી શકશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અન અધિક કલેક્ટર કૌશિક મોદીએ યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: