અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન બાબતે હંગામો થયા બાદ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટના દરમિયાન અનેક અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.

 મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત

અંબાજી નજીક પાડલીયા ગામમાં ફોરેસ્ટની જમીન મુદ્દે હંગામો થયો હતો જેમાં ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનામાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.

તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ઘટનાસ્થળે જણાયું કે ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો થયા પછી પોલીસ કાફલો પહોંચ્યો, ત્યારે પણ પોલીસ પર હુમલો થયો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

અંબાજી PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ બેભાન

અંબાજી PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા તેઓ બેભાન થઇ ગયા હતા જેથી LCB દ્વારા તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર હોવાથી તેઓને પાલનપુર માવજત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. અન્ય ઈજાગ્રસ્ત પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પણ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા.

પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવી દેવાઈ

મળેલી માહિતી પ્રમાણે પથ્થરમારાની ઘટનામાં કેટલીક પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવી દેવાઈ હતી, જે અંગે તપાસ હાથ ધરાઇ રહી છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો