અમરેલીમાં બ્રોડગેજની કામગીરી ચાલી રહી છે જેમાં સાથે સાથે ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. બ્રોડગેજ બની ગયા બાદ અમરેલી રેલવે સ્ટેશનમાંથી ઈલેક્ટ્રીક ટ્રેન દોડશે. સિવિલ વર્કનું કામ 2026 સુધીમાં પૂરું કરવાની ડેડલાઈન છે.


હાલ અમરેલીમાં બ્રોડગેજની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હાલ જે સિવિલ વર્કની કામગીરી ચાલે છે તે કામગીરી 2026 સુધીમાં પૂરી કરવામાં આવશે. ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ ચાલી રહી છે એટલે જ્યારે પણ આ કામગીરી પૂરી થશે તે પછી આ લાઈનનું સીઆરએસ ઈન્સ્પેક્શન કરવામાં આવશે અને તે પછી ભાવનગર ડિવિઝન દ્વારા લાંબા અંતરની ઈલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવામાં આવશે. અમરેલીમાં 12 માર્ચ 2024ના બ્રોડગેજ કામગીરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત બાદ અમરેલી રેલવે સ્ટેશનમાં નવા સ્ટેશનનું બાંધકામ શરૂ કરાયું છે પણ હજુ સુધી નવું સ્ટેશન બન્યું નથી. મહત્વના લાઠી રોડ પર ઓવર બ્રિજ બનાવવાની કામગીરી હજુ પણ ચાલુ થઈ નથી.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: