ધારીના ભાડેર ગામમાં મહિના પહેલાં પિતાએ સગા પુત્રની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે..


ધારી પોલીસે જણાવ્યું કે, ભાડેર ગામે સીમમાં વશરામભાઈ સેંજલિયાની વાડીમાં કોઈનું શબ દાટેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર ખોદકામ કરાતા અંદરથી દાટી દેવામાં આવેલું માનવ કંકાલ મળી આવ્યું હતું. માનવ કંકાલના અવશેષોને ભાવનગર ફોરેન્સિક લેબમાં મોકલાયા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. ધારીના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે જ ફરિયાદી બનીને નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી વશરામ શામજીભાઇ સેજલીયા રહે.

ભાડેર અને મૃતક હીતેષભાઇ (ઉ.વ.30) એ બન્ને સગા પિતા પુત્ર છે. ગત તા. તા.24/11ના રાત્રે 9:00 વાગ્યે ભાડેર ગામે તેમના મકાને આ ઘટના બની હતી. આરોપી વશરામનો દીકરો હીતેષ દારૂ પીવાની ટેવવાળો હતો. માતા પિતા સાથે દારૂ પી અને ઝઘડો તકરાર કરતો હતો. જેનાથી કંટાળી જઈ પિતાએ પુત્રનું ચોટીયો (દોરડુ) વડે ગળું દબાવી ખુન કરી, લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી હતી અને પુરાવાનો નાશ કરી દીધો હતો. એક મહિના પછી શ્રમિકો બળતણ વીણવા આવ્યા ત્યારે દુર્ગંધ આવતા ભાંડો ફૂટયો હતો. પુત્રની હત્યા કરી વશરામ રાજકોટ તેના મોટા પુત્રને ત્યાં નાસી ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: