અમરેલીના ધારીમાં આદમખોર દીપડાએ બાળકને ફાડી ખાધો હોવાની વાત સામે આવી છે, માતાની નજર સામે દીપડો બાળકને ઉઠાવી ગયો હતો અને તેનું મોત થયું છે, જંગલ વિસ્તાર હોવાથી દીપડાનું આવન-જાવન વધુ રહેતું હોય છે, દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું છે અને તપાસ શરૂ કરી છે.
શ્રમિક પરિવારના બાળકને દીપડાએ ફાડી ખાધો
અમરેલીના ધારીના ગોપાલપરા સરંભડા ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, માતાની નજર સામે દીપડો બાળકને ઉઠાવી ગયો હતો અને ખેતરમાંથી આવી દીપડો બાળકને ઉઠાવી ગયો હતો, બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો, બાળકના મૃતદેહનું પીએમ કરવામાં આવશે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે.













