અમરેલીમાં લુખ્ખા તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. આવા તત્ત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ ખુલ્લે આમ દાદાગીરી કરીને લોકોને ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે. આવા જ બે શખ્સો છે રાજુ સુખડિયા અને જુના વાળા. આ બે અસામાજિક તત્ત્વોનો આતંક સમગ્ર અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો હતો.

આવામાં તેમણે એક ખેડૂત પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. રાજુ અને જૂના વાળાને પોલીસે જેલના હવાલે કર્યા છે. આ બંનેની ધરપકડ થવાને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમરેલી જિલ્લાના લોકો આ અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવા બદલ પોલીસનો આભાર માની રહ્યા છે.

બે અસામાજિક તત્ત્વો રાજુ સુખડિયા અને જુના વાળાએ ખંડણીની માંગણી

ઘટનાની મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા દલખાણીયા ગામમાં રહેતા એક ખેડૂત પાસેથી બે અસામાજિક તત્ત્વો રાજુ સુખડિયા અને જુના વાળાએ ખંડણીની માંગણી કરી હતી. આ બંને આરોપીએ ખેડૂતને અભદ્ર ભાષામાં જાનથી મારી નાંખવાની ધમકી આપી લાખો રૂપિયાની માંગણી કરી હતી. જે કારણે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને જેલના હવાલે કર્યા હતા. લુખ્ખા તત્ત્વો સામે પોલીસની કડક કાર્યવાહીથી આમ જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.


https://x.com/sandeshnews/status/2001259768967786604


ખેડૂતને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી

દલખાણીયા ગામમાં ખેડૂતે 12 વીઘા જમીન વેચી હતી. જે બાદ 2 લોકોએ ખેડૂતને ધમકી આપી ખંડણી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં રાજુ સુખડિયા અને જુના વાળાએ ખેડૂતને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક 5 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે રાજુ સુખડિયા અને જના વાળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે બન્ને ખંડણીખોરની અટકાયત કરી લીધી છે.


આ પણ વાંચો - Ahmedabad News: યુવક અને યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, યુવકનું મોત, ડેઇલી સ્ટે હોટલમાં બની ઘટના