કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને અમરેલીના ધારીમાં મોરઝરમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, સરકાર મદદ કરે તેવી ખેડૂતોએ કરી માગ. કેરીના પાકની સાથે અન્ય પાકને પણ ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

અમરેલીમાં ખેતીને મોટું નુકસાન

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને લઇને ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂતો ચણા ઘઉં ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે ગઈકાલે વરસાદ આવતા જણા અને ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને ક્યાંક ધોધમાર તો ક્યાંક પવનની ડમરી સાથે વરસાદ પડી રહ્યો હતો.

અગાઉ પણ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે

ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લામાં પવન સહિત વરસાદ આવતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને ખેડૂતો ચણા ઘઉં અને ડુંગળીનું વાવેતર આ સિઝનમાં કરતા હોય છે ત્યારે ગઈકાલે કમોસમી વરસાદ આવતા ચણા અને ઘઉંના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થતા ખેડૂતો તાત્કાલિક સર્વે કરે અને સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે. અગાઉ અનેક વખત રસાદ પડી ગયો તેમ છતાં ખેડૂતોએ હિંમત હાર્યા વગર પોતાની મહેનત શરૂ રાખી અને વાડી અને ખેતરમાં ઘઉં ચણા અને ડુંગળીનું વાવેતર કર્યું.

[[$alsoread]]

ખેડૂતોની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે

પરંતુ છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદને લઈને તમામ પાકને નુકસાન થયું છે ખેડૂતો ચણા અને ઘઉંના પાકને પોતાના ખેતરો માંથી લઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પવનની ડમરી સાથે વરસાદ થતાં ચણાના પાથરા પલી ગયા છે તો ઘઉંને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે. ખેડૂત સહિત ખેતરો અને વાડીમાં ભાગ્યું રાખતા મજૂરોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે મજૂરોને પોતાનો ભાગ મળવાની આશા હતી.

ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક સરવે કરે અને સહાય કરે

પરંતુ કમોસમી વરસાદે મજૂરોની આશા ઉપર પણ પાણી ફેરવી દીધું છે સતત બે દિવસથી કમોસમી વરસાદ આવતા અમરેલી જિલ્લાના ખેડૂતો અને મજૂરોની મહેનત ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે ત્યારે મજૂરોની પણ હાલત કમોસમી વરસાદને લઈને કફોડી બની ગઈ છે ગઈકાલે બપોર બાદ અચાનક જ સમગ્ર અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો આ વરસાદને લઈને ઘઉં અને ચણાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક સરવે કરે અને સરકાર સહાય આપે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર હવામહેલ ખાતે 21-22 માર્ચ બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરાયું


  • Follow us on: