બજરંગદાસ બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે રાજુલા ખાતે એક ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજુલા, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારના વિવિધ મંડળોએ ખાસ હાજરી આપી હતી. બાપા સીતારામ મંડળના ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં સેવાભાવી લોકોએ ઉપસ્થિત રહીને આગામી 50મી મહાપરિનિર્વાણ તિથિને અત્યંત ભવ્ય અને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓનો આરંભ કર્યો છે.
બગદાણા ખાતે ભવ્ય 108 કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન
આ પવિત્ર મહોત્સવ અંતર્ગત આગામી 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2027 સુધી બગદાણા ખાતે 108 કુંડી મહાવિષ્ણુયાગનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ માટે 24 કલાક અવિરત રસોડું કાર્યરત રહેશે. આ મહાયજ્ઞમાં 880 ગામોના મહિલા મંડળો અને 464 ભાઈઓના મંડળો ઉત્સાહભેર સેવા કાર્યમાં જોડાશે. દરેક મંડળને તેમની ઈચ્છા અને ક્ષમતા મુજબ અલગ-અલગ સેવાઓની જવાબદારી સોંપવામાં આવશે.

