અમરેલી તાલુકાના ચાપાથળ ગામ પાસે આવેલી શેત્રુંજી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન (રેતી ચોરી)ના સૌથી મોટા કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને રેતી ચોરીમાં સંડોવાયેલા 10થી વધુ વાહનો ઝડપી પાડ્યા છે.
અમરેલીમાં નદીમાંથી રેતી ચોરીનો પર્દાફાશ
અમરેલી તાલુકા પોલીસના પી.આઈ. ઓમદેવ સિંહ જાડેજાની ટીમે શેત્રુંજી નદીના પટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી રેતી ચોરી કરતા 6ડમ્પર, 1ટ્રેક્ટર, 2 જેસીબી (JCB) અને 1લોડર સહિત કુલ 10 કરતા વધુ વાહનો કબજે કર્યા છે.પોલીસે આ સમગ્ર કૌભાંડમાં 60 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આટલી મોટી માત્રામાં રેતી ચોરી ઝડપાતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.










