હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. ખાંભા ગીર પંથકના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ (માવઠું) પડતા શિયાળુ પાકની લણણી કરી રહેલા ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો થયો છે. ખાંભા ગીરના ઇંગોરાળા, નાની ધારી, અને નાના વિસાવદર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા.


ઇંગોરાળા, નાની ધારી, નાના વિસાવદરમાં વરસાદ

આ કમોસમી વરસાદ એવા સમયે આવ્યો છે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે અથવા લણણીની પ્રક્રિયા ચાલુ છે. મુખ્યત્વે નીચેના પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે: આ પાક અત્યંત સંવેદનશીલ હોવાથી સહેજ વરસાદ પણ તેની ગુણવત્તા બગાડી શકે છે. તૈયાર પાક પલળી જવાથી દાણા કાળા પડવાની અને બજારભાવ ઘટવાની શક્યતા છે.

ચણા, જીરું, ઘઉં, ધાણીના પાકને નુકસાનની ભીતિ

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યો છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે પાકમાં રોગચાળો આવવાની દહેશત પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જે ખેડૂતોએ પાક કાપીને ખેતરમાં ખુલ્લામાં રાખ્યો હતો, તેઓને સૌથી વધુ આર્થિક ફટકો પડવાની શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: