એશિયાટિક સિંહોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. અમરેલી ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સિંહોના વિચરણ વાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશો આપવામાં આવ્યા છે.


અધિકારીઓનું સંકલન અને મહત્વના આદેશ

આ બેઠકમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) ઉપરાંત નેશનલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સિંહોની અવર-જવરવાળા અને અકસ્માતનું જોખમ ધરાવતા માર્ગો પર "હોટસ્પોટ" સ્થળો શોધી તેની યાદી તૈયાર કરવા તમામ રેન્જ RFOને સૂચના અપાઈ છે.આ હોટસ્પોટ વિસ્તારોમાં વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે સ્પીડ બ્રેકર બનાવવા અને ડ્રાઈવરોને સાવચેત કરવા માટે મોટા 'ચેતવણી બોર્ડ' લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સિંહોના લોકેશન પર નજર રાખવા માટે જો જરૂર જણાય તો તેમને "રેડિયો કોલર" પહેરાવવાની તૈયારી રાખવા પણ આદેશ અપાયા છે.

સુરક્ષા વ્યવસ્થામાં વધારો

સિંહના કુદરતી નિવાસસ્થાનની આસપાસ થતા અકસ્માતો ઘટાડવા માટે વન વિભાગ હવે અન્ય વિભાગો સાથે મળીને કામ કરશે. ખાસ કરીને હાઈવે અને રેલવે ટ્રેક પાસે સિંહોની સુરક્ષા માટે વિશેષ વોચ રાખવામાં આવશે.

આ પણ વાંચો:Ahmedabad: વિશ્વ કેન્સર દિવસ, United by Unique થીમ સાથે કેન્સર મુક્ત સમાજ તરફ ગુજરાતના મક્કમ ડગ

  • Follow us on: