અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની એક ભયાનક ઘટના સામે આવી છે. નાગનાથ સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસનો બાટલો ફાટતા આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું, જેમાં ઘરમાલિક ગંભીર રીતે દાઝી ગયા છે.


સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ 

સાવરકુંડલાની નાગનાથ સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરમાં બપોરના સમયે રસોઈ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ઇન્ડિયન ગેસના સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

ઘરમાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ દુર્ઘટના સમયે રસોડામાં હાજર ઘરમાલિક આગની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: