કુદરતના નિયમો ગમે તેટલા કરુર હોય, પણ મુશ્કેલીના સમયે તે પણ બદલાઈ જાય છે તેવી એક અભ્દુત અને હૃદયસ્પર્શી ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે જોવા મળી હતી. સામાન્ય રીતે સિંહ સામે જો કોઈ શ્વાન (કૂતરો) આવી જાય, તો તેનો શિકાર સેકન્ડોમાં થઈ જતો હોય છે. પરંતુ જ્યારે ખુદ સિંહણ અને શ્વાન બંને એક સાથે મોતની સમાન પરિસ્થિતિમાં આવી ગયા, ત્યારે શિકાર અને શિકારી વચ્ચેના તમામ ભેદભાવ ઓગળી ગયા હતા. ખાંભલીયા ગામમાં રહેતા આતાભાઇ વાઘની વાડીમાં આવેલા એક ખુલ્લા કૂવામાં આ અજાયબ કિસ્સો બન્યો હતો, જ્યાં શિકારની પાછળ દોડેલી સિંહણ અને પોતાનો જીવ બચાવવા ભાગતો શ્વાન, બંને અચાનક પચાસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબક્યા હતા.

ઉમરગામ ભીલાડ રેલવે ફાટક પાસે ટ્રકે 3 વાહનોને ટક્કર મારી, સેલવાસની મહિલાનું મોત









