અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હાલ ગેસ સિલિન્ડરની વિકટ અછત સર્જાઈ છે. આ અછતને કારણે શહેરના મુખ્ય વ્યવસાય એવા હોટેલ ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે. શહેરની આશરે 15 જેટલી નાની-મોટી હોટેલોમાં રાંધણ ગેસના બાટલા ખલાસ થઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ
ગેસનો સપ્લાય સમયસર ન મળતા હોટેલ માલિકો પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. ગ્રાહકોને સાચવવા અને ધંધો ચાલુ રાખવા માટે હોટેલોમાં હવે ગેસના બદલે લાકડાના ચૂલાઓ પર રસોઈ બનાવવામાં આવી રહી છે. વર્ષો જૂની આ પદ્ધતિ અપનાવવાની ફરજ પડતા વેપારીઓમાં રોષ અને લાચારી બંને જોવા મળી રહ્યા છે.
