અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં કુદરતનો એક અદભૂત અને દુર્લભ નજારો જોવા મળ્યો છે, જ્યાં એકસાથે 9 સિંહોનું ટોળું લટાર મારતું કેમેરામાં કેદ થયું છે. સામાન્ય રીતે એવી કહેવત પ્રચલિત છે કે 'સિંહના ટોળા ન હોય', પરંતુ આ વીડિયોએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર એકસાથે નવ ડાલામથ્થા સિંહોને બિન્દાસ્ત ફરતા જોઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે કુતૂહલ સર્જાયું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે અને સિંહોનો આવો શાહી અંદાજ જોઈને લોકો મંત્રમુગ્ધ થયા છે.


ગીરની શાનનો અદભૂત નજારો

સિંહ પરિવારના આટલા મોટા કાફલાએ ગામ તરફ ધામા નાખતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ અને ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોની નજીક સિંહોની અવરજવર વધતા પશુપાલકો અને ખેડૂતો પોતાની સુરક્ષાને લઈને ચિંતાતુર બન્યા છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગીરની શાન ગણાતા આ વનરાજોનો નવ સભ્યોનો પરિવાર હાલ સમગ્ર અમરેલી પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો : Valsad News : ગુંદલાવના સરપંચને પ્રેમ-પ્રકરણમાં પરિણીતાના પરિવારે મેથીપાક ચખાડ્યો, Video Viral

  • Follow us on: