આણંદ શહેરના કરમસદ વિસ્તારમાં આવેલી અંદાજે 60 વર્ષ જૂની અને જોખમી બની ગયેલી પાણીની ઓવરહેડ ટાંકીને કરમસદ આણંદ મહાનગર પાલિકા (KAMC) દ્વારા સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી છે.


આણંદમાં પાણીની ટાંકી ઉતારી લેવાઈ

સલામતીના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત, આ 25 હજાર લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જર્જરિત થઈ ગયેલી આ વિશાળ ટાંકીને તજજ્ઞોની મદદથી માત્ર 3 સેકન્ડના ટૂંકા ગાળામાં જ ધરાશાયી કરીને ઉતારી લેવામાં આવી હતી.

60 વર્ષ જૂની ઓવરહેડ પાણીની ટાંકી

કરમસદ, આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં 60 વર્ષ જૂની ઓવરહેડ પાણીની ટાંકી ઉતારી લેવાઈ છે. મહાનગર પાલિકા દ્વારા આ જોખમી ટાંકીને સમયસર ઉતારી લેવાતાં, કોઈ મોટી દુર્ઘટના થવાનો ભય ટળ્યો છે અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: